15-09-2022

એન.સી.સી. બેસ્ટ કેડેટની ટ્રોફી મેળવી તથા બેસ્ટ ડ્રિલ અંતર્ગત ગોલ્ડ મેડલ - student

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 7 બટાલિયન NCC કેડેટ્સનો સર્ટિફિકેટ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 211 વિદ્યાર્થી અને 92 વિદ્યાર્થિનીઓ એ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડ્રીલ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન સ્કીલ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ,  સેવા,  શિસ્ત અને સંયમના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તારીખ 15  સપ્ટેમ્બરથી 22  સપ્ટેમ્બર  2022 દરમિયાન એન. સી. સી.  કેડેટ્સને વિવિધ આયામ અંતરંગ તાલીમ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીની ઓજા શ્રદ્ધાબેન કિર્તીભાઈએ એન.સી.સી. બેસ્ટ કેડેટની ટ્રોફી મેળવી તથા બેસ્ટ ડ્રિલ અંતર્ગત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે