Teacher's day Celebration

શિક્ષક દિનની ઉજવણી

                       

શ્રી વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણામાં પાંચમી સપ્ટેમ્બર 2023ને મંગળવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં કુલ 42 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી ઉત્સાહભેર આ કાર્યક્રમને સફળ બનાવ્યો. પ્રિન્સિપાલ ડૉ .જે. કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ  ડૉ. કલ્પેશ પટેલ અને ડૉ. મહેશ્વરી યાદવે કાર્યક્રમનું સફળ આયોજન કર્યું. લેક્ચરોના અંતે બધા વિદ્યાર્થીઓએ ભજવેલ ભૂમિકા બદલ કોલેજના આચાર્યશ્રી અને  સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

Back