એક દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહેસાણા કોલેજ માં એક દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લાના ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલ , મુખ્ય મહેમાન તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડો. રોહિતભાઈ દેસાઇ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. રોહિતભાઈ દેસાઇ,ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય શ્રી શૈલેશભાઈ , દિલીપભાઇ , કી નોટ સ્પીકર તરીકે મુંબઈ યુનિવર્સિટીના કિન્નરીબેન ઠક્કર , નેશનલ રિકરૂમેન્ટ એકેડમી અંડવાદના ડિરેક્ટર રાજલક્ષ્મી ચૌધરી ઉપસ્થિત રહી નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ઉપર પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. જેમાં ભારતભર માંથી 700 કરતાં વધુ અધ્યાપકો અને રિસર્ચ સ્કૉલરોએ ભાગ લઈ પોતાના રિસર્ચ પેપરો પબ્લીશ કર્યા હતા.

Back