NSS Annual camp - 2023

શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણાની રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિર તારીખ 2-11-2023 થી તારીખ 8-11-2023 સુધી સદુથલા ગામે યોજાઈ. ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે શ્રી કે. કે. પટેલ (મેનેજિંગ ટ્રસ્ટી, સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ), મુખ્ય મહેમાન તરીકે માન. શ્રી સુખાજી ઠાકોર (ધારાસભ્ય, બેચરાજી વિધાનસભા), શ્રી મનુભાઈ ચોકસી (સામાજિક કાર્યકર), શ્રી હર્ષદભાઈ પટેલ (પ્રમુખ, રોટરી ક્લબ ઓફ મહેસાણા), શ્રી પ્રતાપસિંહ ઝાલા (સરપંચ, સદુથલા ગ્રામ પંચાયત), શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ (આચાર્ય, પ્રાથમિક શાળા સદુથલા) ઉપસ્થિત રહી પ્રસંગોચિત આશીર્વચન  પાઠવ્યા. વાર્ષિક શિબિરમાં ડૉ. ભરતભાઈ ગોસ્વામી વ્યસન મુક્તિ માર્ગદર્શન, ડૉ. અલ્કેશભાઈ ભાવસાર માનસિક રોગો પર માર્ગદર્શન, રમેશભાઈ પટેલ સંસ્કૃતિ અને સંસ્કાર પર માર્ગદર્શન, ગાયનેક ડૉ. નિધિ પટેલ સ્ત્રીરોગ પર માર્ગદર્શન, ડૉ. નીરવ ડી. પટેલ બાળ રોગ પર માર્ગદર્શન, કનુભાઈ પટેલ અંધશ્રદ્ધા નિવારણ પર માર્ગદર્શન, શ્રી હર્ષદભાઈ પટેલ ફિઝિયોથેરાપી નિજામ અને સીવણ ક્લાસ પર માર્ગદર્શન, શ્રી કુલદીપભાઈ ગાંધી ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન કિડની અંગેનું માર્ગદર્શન, શ્રી દીપકભાઈ ચાવડા સુરક્ષા સેતુ સોસાયટી મહેસાણા પોલીસ માર્ટિન ડિટેક window એકેડેમી સેલ્ફ ડિફેન્સ અને આકસ્મિક સંજોગોમાં આગ લાગે તો તેના પર માર્ગદર્શન, પશુ સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ કાર્યક્રમ, બાળ લગ્ન અને દહેજ પ્રથા નાબૂદી કાર્યક્રમ જેવા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ સદુથલા ગામના સમસ્ત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શિબીરને સફળ બનાવી. સમાપન સમારોહમાં માનનીય શ્રી જુગલજી ઠાકોર (પૂર્વ એમ.પી. રાજ્ય સભા), શ્રી પ્રકાશભાઈ અમરતભાઈ સુથાર (શ્રી કાળભૈરવ ધામ, સદુથલા), શ્રી પ્રતાપસિંહ ઝાલા (સરપંચ, સદુથલા ગ્રામ પંચાયત), શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ (આચાર્ય, પ્રાથમિક શાળા, સદુથલા), શ્રી વિષ્ણુભાઈ નાનુભાઈ પટેલ તેમજ અન્ય મહેમાનશ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની સફળતા વધારી.

Back