કોલાજ સ્પર્ધા

કોમર્સ કોલેજ મહેસાણામાં કોલાજ   સ્પર્ધા યોજાઈ .

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં  આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  બી. કોમ.- એમ. કોમ. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો માટે  કોલાજ અને વાનગી  સ્પર્ધા નું આયોજન  ડો. હર્ષા ડાંગર , ડો. મહેશ્વરી યાદવ અને  પ્રા. સુનંદા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. જેમાં નિર્ણાયક  તરીકે ની ભૂમિકા કોલાજ સ્પર્ધામાં પ્રા. એ. આર. શાહ સાહેબ અને ડો. મહેશ્વરી યાદવે ,  વાનગી સ્પર્ધામાં  ડો. કે. સી. મોદી સાહેબ , ડો. એ. ડી .પરમાર સાહેબ , ડો. અલ્પા જાની  અને ડો. મહેશ્વરી યાદવ   દ્વારા નિભાવવામાં આવી હતી.

               વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ખૂબ  મોટી સંખ્યામાં ભાગ લીધો હતો . જેમાં કોલાજ સ્પર્ધામાં  નીચેના વિદ્યાથીઓ વિજેતા જાહેર થયા હતા.

  1. પટેલ સાનવી    પ્રથમ  
  2.  પ્રજાપતિ હાર્દિક  બીજો

            

  કોલેજ પરિવાર ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

 

Back